પાંચ હજારની લાંચ કેસમાં જિલ્લા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરને 3 વર્ષની સજા અને 1 લાખનો દંડ

વર્ષ 2010માં રાજકોટ જિલ્લા પંચાયતમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા ભરત નાગરભાઈ કાછડીયા હાલ (ઉ.વ.72) ને ફરિયાદીના બિલ પાસ કરવા માટે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. જેના પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5000 સ્વીકારતા ઝડપાઈ જતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની ખાસ અદાલતના જજ એસ.વી. શર્મા દ્વારા 3 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફરમાવ્યો છે.

ફરિયાદી લક્ષ્મણ મોહનભાઈ સિંધવ વર્ષ 2010માં રાજકોટ તાલુકાના પાડાસણ અને મેસવાડા ગામના તળાવો ઉંડા કરવાનું કામ ટેન્ડર મંજૂર થતા પુર્ણ કર્યું હતું. આ ટેન્ડરનું કુલ કામ રૂપિયા 18,42,000નું હતું. જે પુર્ણ થતા રૂપિયા 16,00,000 જિલ્લા પંચાયત તરફથી ચુકવાઈ ગયા હતા. બાકીના રૂપિયા 2,42,000ના બિલનું પેમેન્ટ ચુકવવાનું બાકી હતું. આ સમયે જિલ્લા પંચાયતની સિંચાઈ વિભાગમાં એસ.ઓ. તરીકે કામ કરતા ભરત નાગરભાઈ કાછડીયા અને તેઓને સહકર્મી પરસોંડાભાઈએ રૂપિયા 10-10 હજારની લાંચની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *