પશુને રઝળતા મૂકી દેનાર માલિકોએ 4 હજારનો દંડ ભરવો પડશે

જેતપુર-નવાગઢ નગરપાલિકાએ રહી રહીને આળખ ખંખેરી છે અને રખડતા પશુઓને ડબ્બે પૂરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. રખડતા પશુઓને કારણે ઘણા લોકોને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડતું હોય છે તેમજ અકસ્માતો ખૂબ થતા હોય છે.

આ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ટકોર પણ કરવામાં આવેલી હતી. પણ અચાનક જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા પોતાની આળસ ખંખેરીને રસ્તા પર યમદુતની જેમ રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. જેના લીધે જેતપુરની જનતાએ થોડો ઘણો રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુના માલિક પાસેથી પશુને છોડાવવાના અંદાજે ચાર હજાર દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા પશુઓને રખડતા મુકનાર પશુના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, અને ઝુંબેશની શરૂઆતમાં જ એક પશુને છોડાવવા માટે અબુભાઈ સીદીકભાઈ ડોસાણીને રૂપિયા ચાર હજારનો દંડ ફટકાર્યો હતો. વાહન ચાલકોને કનડતા પશુઓને પકડવાનું શરૂ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *