પર્પલ ફેસ્ટ ગોવા 2025માં 125 ફીટની પર્પલ જ્યોત

સાઈકલ પ્યોર અગરબત્તીએ પોતાના વારસામાં સૌથી ઊંચી અને સૌથી સમાવેશક નિર્માણ 125 ફીટની અગરબત્તી રજૂ કરીને અને પ્રગટાવીને ઈન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ ગોવા 2025 ખાતે ઈતિહાસ રચ્યો છે.

આ સમયે ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, સ્વામી બ્રહ્મચારી કમલેશ્વરાનંદજી, ગોવાના સામાજિક કલ્યાણ મંત્રી સુભાષ ફાલ દેસાઈ, સાંસદ સદાનંદ તનાવડે, ગોવાના વિકલાંગતા સાથેની વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના ડાયરેક્ટર વર્ષા નાઈક, એન રંગા એન્ડ સન્સના ઉમેશ ડી, બ્રાન્ડ પાર્ટનર ડો. દાનિશ વગેરે હાજર હતા.

એન રંગા રાવ એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર કિરણ રંગાએ જણાવ્યું હતું કે સાઈકલ પ્યોરની માલિકી સંમિશ્રણ અને સક્ષમ ટેક્નિક્સનો ઉપયોગ કરીને 20 કુશળ કારીગરોની ટીમ દ્વારા 26 દિવસમાં આ વિશાળ અગરબત્તી તૈયાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *