સાસુ ગીતાબેન પણ પતિને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા હોવાથી ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ 20 ફેબ્રુઆરીના રોજ પોતાનું સાસરું છોડીને બહેનના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. બહેનના ઘરે ગયા બાદ 20 દિવસ સુધી સાસરી પક્ષમાંથી કોઈ તેડવા કે ફોન કરવા ન આવતા પરિણીતા માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
પત્નીએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ આઘાતમાં તેમણે ગત 16 માર્ચના રોજ બપોરે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, પરિણીતાએ ફરીથી સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ તેને સ્વીકારવાની ના પાડી દેતા અંતે પરિણીતાએ પતિ ધવલ, સસરા હિતેશભાઈ, સાસુ ગીતાબેન અને દાદાજી સસરા વિઠ્ઠલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વેલનાથપરાની પરિણીતાએ કલેશને લીધે ફિનાઇલ પીધું રાજકોટ શહેરના વેલનાથપરામાં રહેતાં માયાબેન નયનભાઇ જેઠવા (ઉ.વ.30)એ ગઇકાલે રાત્રે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશને લીધે કંટાળીને તેમણે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. આપઘાતનો પ્રયાસ કરનાર માયાબેન પરિણિત છે અને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઇ કામ કરી, ઘરનું ગુજરાન ચલાવે છે.