શહેરમાં ગાંધીગ્રામ પાસેના ગોપાલનગરમાં રહેતી મહિલાને પતિ અવારનવાર ત્રાસ આપી મારકૂટ કરી ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી હતી જેમાં પતિ કંઇ કમાતો ન હોય અને પરિચિતો પાસેથી ઉછીના રૂપિયા લઇ આવતો હોય જેથી કોઇ પરિચિતે ફોન કરી તમારા પતિને હાથ ઉછીના રૂપિયા આપું તેમ પૂછતા તેને ના પાડી હોય જેથી ઘેર આવી પતિએ મારકૂટ કર્યાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
ગોપાલનગરમાં રહેતા અને હાલ અમદાવાદ માવતરના ઘેર રહેતા સંગીતાબેન નરસીભાઇ પાણખાણિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના પતિ નરસી લીલાધરભાઇ પાણખાણિયાનું નામ આપ્યું હતું. પોલીસની પૂછતાછમાં તેને જણાવ્યું હતું કે, તેના લગ્ન દશ વર્ષ પહેલાં થયા હતા તે દરમિયાન તેના પતિ કોઇ કામ કરતા ન હોય અને મારે ક્યારેક મજૂરીકામ કરવા જવું પડતું હતું. તેમજ મારા જેઠ ક્યારેક ક્યારેક પૈસા આપી જતા હતા જેથી રેડિમેડ કપડાંનો વેપાર કરતી હોય અને પારકા ઘર કામ કરવા જતા હોય જેથી પતિએ હવે તારે કોઇ કામ કરવા બહાર નથી જવાનું કહી કામ બંધ કરાવી દીધું હતુ અને ઘર ખર્ચના કોઇ પૈસા આપતા ન હોય અને બહારથી વ્યાજે તેમજ પરિચિતો પાસેથી હાથ ઉછીના પૈસા લઇ આવતા હોય. બાદમાં કોઇ પરિચિતે તમારા પતિને ઉછીના પૈસાની જરૂર હોય અને લેવા આવ્યા છે તમે કહો તો આપું જેથી સંગીતાબેને તેના પતિને પૈસા આપવાની ના પાડતા ઘેર આવી ઝઘડો કરી મારકૂટ કરતા તે માવતરે ચાલ્યા ગયા બાદ ફરિયાદ કરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.