જામનગર રોડ પરસાણાનગર શેરી નં.1માં યુવકે અગમ્ય કારણસર આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.
જામનગર રોડ પરસાણાનગર શેરી નં.1માં રહેતા કિશનભાઈ હર્ષભાઈ જોષી (ઉં.વ.32) નામના યુવકે ઘરે ગળાફાંસો ખાઈ લેતા 108ના તબીબ દ્વારા જોઈ તપાસી મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતા એએસઆઈ કે. કે. ઝાલા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં યુવક ડ્રાઈવિંગ કામ કરતો હતો, બે ભાઈ એક બહેનમાં સૌથી નાનો હતો અને તે અપરિણીત હતો. યુવકે ક્યાં કારણસર પગલું ભરી લીધું તેની પરિવારને જાણ ન રહેતા કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.