પરમિટ, ઓવર લોડિંગ સહિતના નિયમભંગ બદલ રૂપિયા 2.20 લાખનો દંડ ફટકારાયો

આર.ટી.ઓ. રાજકોટના ઇન્સ્પેક્ટર દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ ઉપલેટા-ડુમિયાણી ટોલ પાસે યોજવામાં આવી હતી. જેમાં પરમિટ ભંગ, ટેક્સ વગરના વાહનો, વીમો-પીયુસી વગર, ઓવર લોડિંગ, ઓવર ડાયમેન્શન જેવા મોટર વાહન કાયદાનો ભંગ કરતાં કુલ 47 જેટલા અલગ અલગ કેસ કરવામાં આવ્યા. આ તમામ કેસ હેઠળ કુલ રૂ.2,20,482 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે 3 વાહન સ્થળ ઉપર જ ડિટેન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચાર શહેરના પરસાણાનગર-11માં રહેતાં અને ગોંડલ એસઆરપી સેન્ટર ખાતે સકાઇ કામદાર તરીકે નોકરી કરતાં દીપકભાઈ મગનભાઈ બાબરિયા બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. દીપકભાઇ સાંજે ઘરે હતા ત્યારે લોહીની ઊલટી થયા બાદ બેભાન થઈ ગયા હતા.

સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ સારવાર પૂર્વે જ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે. દીપકભાઈને ગોંડલ એસઆરપી સેન્ટરમાં કાયમી નોકરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *