જામનગર રોડ નજીક બજરંગવાડી સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારમાં શોક છવાયો છે. પત્નીને હાથમાં ફ્રેક્ચર થયું હોય જેથી પત્ની ન હોય તો મારું કોણ ધ્યાન રાખશે તેવી ચિંતામાં વૃદ્ધે આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.
બજરંગવાડી સર્કલ પાસેના મધુવન એપોર્ટમેન્ટમાં રહેતા કાન્તીલાલ મોતીલાલ ચૌહાણ એ પોતાના ઘેર ઝેરી દવા પી જતાં તેને સિવિલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધ નિવૃત્ત જીવન જીવતા હતા અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની પૂછતાછમાં તેના પરિવારે જણાવ્યું હતું કે, કાત્નીલાલની પત્નીને અસ્કમાતે પડી જતાં હાથમાં ફ્રેક્ચર થયું હોય જેની ચિંતામાં પત્ની નહીં હોય તો મારું કોણ ધ્યાન રાખશે તેવું રટણ કરતાં હોય અને આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.