પત્નીના ફોનમાંથી પુરુષોના નંબર લઇ તેની સામે પતિ પોલીસમાં અરજી કરાવતો

શહેરમાં વધુ એક પરિણીતાએ પતિના ત્રાસ સામે પોલીસનું શરણું લીધું હતું. શંકાશીલ પતિ મારકૂટ કરતો હતો અને પત્નીના મોબાઇલમાં જે પુરુષના નંબર હોય તેના પર શંકા કરી તેની સામે પોલીસમાં અરજી કરાવી પરેશાન કરતો હતો.

રેસકોર્સ વિસ્તારના શિવાલય બ્લોકમાં માસીના ઘરે રહેતી ખુશ્બુ ત્રાડા (ઉ.વ.34)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મનહર ઉર્ફે મયૂર રવજી ત્રાડાનું નામ આપ્યું હતું. ખુશ્બુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 11 જુલાઇ 2023ના મનહર ત્રાડા સાથે થયા હતા. ખુશ્બુ અને મનહર બંને અલગ જ્ઞાતિના હતા. ખુશ્બુ અગાઉ બે વર્ષ મનહર સાથે લિવઇનમાં રહી હતી અને બાદમાં બંનેઅે લગ્ન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *