શહેરમાં કોઠારિયા નજીક લોઠડા ગામે જે.કે. ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા યુવકે ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આજી ડેમ પોલીસે તપાસ કરતાં યુવક એક માસથી અહીં આવ્યો હતો અને તેમના વતન જવાનું હોય પત્નીએ વતન જવાની ના પાડતા આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર લોઠડા ગામે જે. કે. ઇન્ડસ્ટ્રીઝમાં ભઠ્ઠી ખાતામાં મજૂરીકામ કરતો અને ત્યાં જ ઓરડીમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશના શશીકાંત બાબુરાવ બબનદિન રાઉ (ઉ.20) પોતાના ઘેર છતના પાઇપમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારજનોએ જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર જયદેવભાઇ બોસિયા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.