પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

મવડી હેડ ક્વાર્ટર્સ પાસેના વૃજ અક્ષર બિલ્ડિંગમાં રહેતી મહિલાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. અન્ય મકાનમાં સામાન ગોઠવવા બાબતે પતિ સાથે માથાકૂટ થતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુું છે.

વૃજ અક્ષર બિલ્ડિંગમાં રહેતા પંચીલાબેન કપિલભાઇ કથેલિયા (ઉ.40)એ પાેતાના ઘેર પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જમાદાર ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં અેક મૂકબધિર પુત્ર હોવાનું અને માવતર જામકંડોરણા ગામે રહેતા હોવાનું પરિવારે જણાવ્યું હતું.

પોલીસની વધુ તપાસમાં મૃતક મહિલાને સોરઠિયા વાડી નજીક પણ મકાન હોય ત્યાં સામાન ગોઠવવા માટે પતિ સાથે અવાર-નવાર માથાકૂટ થતી હોય ફરી માથાકૂટ થતા પતિ અન્ય મકાને જતા રહ્યા હોય પુત્ર અન્ય રૂમમાં હોય મહિલાએ પગલું ભરી લીધું હતું. બહારથી ઘેર આવેલા પતિએ પત્નીને લટકતી જોઇ દેકારો કરતા પાડોશી દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *