નાણાવટી ચોક પાસે રહેતા અને ઝનાના હોસ્પિટલમાં નર્સની નોકરી કરતાં મહિલાએ રેસકોર્સ ગેટ પાસે જાહેરમાં ઝેર ગટગટાવ્યું હતું. મહિલાએ પતિ સાથે છ માસથી વાતચીત ન થતી હોવાથી ઝેર પીધું હોવાનું પોલીસને જણાવ્યું છે.
શહેરના નાણાવટી ચોક પાસે રહેતી અને ઝનાના હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી નયનાબેન બિપીનભાઈ ચાવડા(ઉં.વ.25) નામની મહિલાએ રેસકોર્સના ગેટ પાસે ઘઉંમાં નાખવાનો પાઉડર પી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી મહિલાની પૂછપરછ વધુ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, નયનાબેન છેલ્લા છ માસથી રિસામણે હતા.
તેઓ ઝનાના હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી કરતાં હોય જે બાબતે નયનાબેનના સાસુ-સસરા વિરોધ જતાવી રહ્યા હોય, બાદમાં પતિએ પણ અબોલા કરી લેતાં બંને છ માસથી અલગ રહે છે. પતિ સાથે બોલવાનો પ્રયાસ કરતા હોવા છતાંય પતિએ પણ અંતર સાધી લેતા તે વાતનું માઠું લાગી આવતાં મહિલાએ ઝેરી દવા પીધી હતી.