શહેરમાં રૈયા રોડ પર નેહરુનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને મુંબઇના સાસરિયાંઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ સહિત છ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. લગ્ન બાદ દારૂડિયો પતિ મારકૂટ કરતો અને તેને પૈસાદાર યુવતી સાથે સંબંધ હોય સાસુ સહિતના સપોર્ટ કરતાં અને પરિણીતાને તલાક આપી દેવા માટે દબાણ કરતાં હોય તેમજ માતા સાથે બે બાળકોને પણ વાત કરવાની ના પાડતા અને વાત કરે તો મારકૂટ કરતાં હોય અને પહેરેલ કપડે સંતાનો સાથે કાઢી મૂકી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નેહરુનગરમાં માવતરના ઘેર રહેતી નિલોફરબેન સાકીરભાઇ શેખએ નવી મુંબઇમાં તલોજ પાસેના સાગર વિહાર પાસે મેટ્રો પોઇન્ટ ફ્લેટમાં રહેતા તેના પતિ સાકીર જાહીર એહમદ શેખ,સાસુ નફિસા,જેઠ ઝાકીર,નાના જેઠ સાબીર, જેઠાણી શબનાઝ સાબીર શેખ અને નણંદ રૂકશાર જહીર એહમદ શેખ સામે ફરિયાદ કરી હતી.
પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, સને.2006માં તેના નિકાહ મુંબઇના સાકીર સાથે થયા હતા બાદમાં તે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એક માસ બાદ મારા પતિને દારૂ પીવાની કુટેવ હોય દારૂ પી ઘેર આવી મારકૂટ કરતો હતો. મારા સાસુ સહિતના મને મારથી છોડાવવાના બદલે પતિને સપોર્ટ કરતા હતા. બાદમાં કામ બાબતે પણ મેણાં મારતા હતા કે, તને કામ આવડતું નથી અને તારા મા-બાપે તને કઇ શીખવાડ્યું નથીતેમજ પરિણીતા પર શંકાઓ કરતા હતા.
દરમિયાન પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને તે પૈસાદાર હોય જેથી મારા સાસુ સહિતના પતિને સપોર્ટ કરતાં અને તલાક આપવા માટે દબાણો કરી મારકૂટ કરી ત્રાસ આપતા હતા અને મારા બાળકોને કહેતા કે તમારે તમારી માતા સાથ઼ે વાત નહીં કરવાની અને વાત કરે તો મારકૂટ કરતા હોય. જેથી તેને બાળકોને મારકૂટ કરવાની ના પાડતા તેને માર મારી પહેરેલ કપડે બે બાળક સાથે ઘરમાંથી કાઢી મુક્યાનું જણાવતા પોલીસે પતિ સહિત છ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.