શાપર-વેરાવળમાં આનંદ ફેક્ટરી પાસે રહેતી અને મૂળ મેંદરડાના ઝીંઝુડા ગામે રહેતી જાગૃતિબેન મેરામભાઇ મકવાણા (ઉ.21) નામની યુવતી તેના ઘર પાસે હતી ત્યારે તેની સાથે રહેતા મયૂર નામના શખ્સે ડિવાઇન મશીન પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીના ગેટ પાસે આંતરી માથામાં પથ્થરના ઘા તેમજ ગળાટૂંપો આપી ચૂંદડી બાંધી થાંભલામાં લટકાવી નાસી જતા પોલીસે તુરંત પહોંચી મહિલાની હત્યા કરનાર તેના પ્રેમીની અટકાયત કરી તપાસ કરતાં મૃતક મૂળ મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતી મહિલા પતિ અને 4 વર્ષની બાળકીને મૂકી દોઢ માસ પહેલાં પ્રેમી સાથે ભાગીને અહીં રહેતી હોવાનું અને ચારિત્રની શંકાઓ કરી પ્રેમીએ તેની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મૃતક મહિલાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી પ્રેમીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વંથલીના નવાગામમાં રહેતા મધુબેન મનોજભાઇ ગોપાણીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના ગામ ઝીંઝુડાનો અને હાલ શાપર રહેતો મયૂર ગીરધરભાઇ સિરવાડિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેની પુત્રી સાથે રહેતા અને ખેતમજૂરી કામ કરે છે. તેને 24 વર્ષ પહેલાં જૂનાગઢમાં ભવનાથમાં રહેતા રમેશભાઇ મેરામભાઇ મકવાણા સાથે લગ્ન કર્યા હતા જેમાં તેને એક પુત્ર અને બે પુત્રી હોવાનું બાદમાં તેના પતિનું દશ વર્ષ પહેલાં મૃત્યુ થયા બાદ તેને બીજા લગ્ન વંથલીના નવાગામમાં રહેતા મનોજભાઇ જીકાભાઇ ગોપાણી સાથે કર્યા હતા અને તેનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું હતું જેમાં તેને કોઇ સંતાન નહીં હોવાનું જણાવ્યું હતું.