શહેરમાં એક વિસ્તારમાં રહેતા મહિલાને પતિએ મારકૂટ કરી ઘેરથી કાઢી મૂકી હતી. બાદમાં બન્ને પુત્રને લઇને કાન્તા વિકાસ ગૃહમાં આશરો મેળવ્યો હતો. બાદમાં માતાએ સારી રીતે ભણાવ્યા હતા એક પુત્રને સરકારી કોલેજમાં નોકરી માટે આર્ડર આવ્યો હોય પિતાને વાત કરી ઓર્ડર બતાવતા પિતાએ ઓર્ડર ફાડી નાખતા નોકરી મળી ન હતી. બાદમાં બન્ને પુત્રએ હાલ સારી નોકરી મેળવેલ. બનાવ અંગે બન્ને પક્ષે ફેમિલી કાર્ટમાં સામ-સામે કેસ કરેલ હતા અને છેલ્લા 35 વર્ષથી કાનૂની કેસ ચાલતા હોય જે કાનૂની કેસ વચ્ચે પતિ બીમાર પડતા પત્ની તેની સારવાર કરવા માટે ઘેર પહોંચી હતી.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં રહેતા હર્ષાબેન (નામ બદલાવેલ છે)ના લગ્ન બાદ લગ્નજીવનના થોડાક સમય બાદ મેણાં મારી માનસિક ત્રાસ અને દહેજની માંગ તેમજ મારકૂટ કરી પતિએ બન્ને સંતાનો સાથે ઘેરથી કાઢી મૂક્યા હતા. દરમિયાન મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય બન્ને બાળકોને કાન્તા સ્ત્રી વિકાસમાં રાખ્યા હતા. બાદમાં તેના પતિ પાસે મિલકતો હોવા છતાં તેને પહેરેલ કપડે કાઢી મુક્યા હોય તેને એડવોકેટ અલ્પેશ પોકિયા અને અમિત ગડારા મારફત રાજકોટની ફેમિલી કાર્ટમાં પતિ સામે અરજી કરી હતી. બાદમાં બન્ને પુત્રને સારું ભણતર અપાવ્યું હતું. તેમજ એક પુત્રને સરકારી કોલેજમાં અને બીજા પુત્રને પ્રાઇવેટ નોકરી મળી ગઇ હોય માતા સાથે રહેતા હોય. અગાઉ પુત્રને સરકારી કોલેજમાં નોકરીનો ઓર્ડર આવ્યો હતો. જેથી તેને પિતાને આ વાતની જાણ કરવા માટે તેના ઘેર ગયો હતો અને પિતાને સરકારી કોલેજમાં નોકરી માટેનો ઓર્ડર આવ્યો હોવાનું જણાવી તેને ઓર્ડર બતાવતા તેને પુત્રની નોકરીનો ઓર્ડર ફાડી નાખી તેની સાથે ઝઘડો કર્યો હતો અને ઘેરથી કા઼ઢી મૂક્યો હતો.