રાજકોટ શહેરના કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન પાસે 33 વર્ષીય મહિલા અંજલિબેન અમિતભાઈ ગોસ્વામી પોતાનાં બે બાળકો સાથે મોટર સાયકલમાં જઈ રહી હતી ત્યારે અચાનક પતંગની દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી અને તેથી મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
જે જોઈને અન્ય રાહદારી દ્વાર 108માં ફોન કરવામાં આવ્યો હતો અને તેથી, તુરંત જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફરજ ઉપરના કર્મચારી EMT અને પાયલોટ દ્વારા યોગ્ય સારવાર સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.