પડધરી પાસેથી વધુ એક ઘૂસણખોર બાંગ્લાદેશી મહિલા પકડાઇ

રાજકોટ જિલ્લા પોલીસે પડધરીના ઉકરડા ગામે બાંગ્લાદેશી મહિલા આવી હોવાની માહિતીને આધારે એલસીબીની ટીમે ઘૂસણખોર બાંગ્લાદેશી મહિલાને પકડી લઇ તેની પૂછતાછ કરી તેને દેશ નિકાલ કરવાની કાર્યવાહી કરી છે.

પડધરીના ઉકરડા ગામે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલા આવી હોવાની માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ મહિલાને અટકાવી તેની પૂછતાછ કરતાં તે બાંગ્લાદેશના જીકરગચ્છ જિલ્લામાં રહેતી સાજેદાખાતુર ઓમરઅલી અક્રમઅલી ગાઝી હોવાનું જાણવા મળ્યું હતું.

તેની પાસે કોઇ વિઝા કે ભારત સરકારની મંજૂરી ન હોય અને બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને મજૂરીકામ કરવા ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેને દેશ નિકાલ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *