રાજકોટ જિલ્લાના પડધરી પાસેના દહીંસરડા ગામે રહેતા પટેલ બંધુ પર બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી મકાન અને વાહનમાં તોડફોડ કરી નાખી દેતા પડધરી પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પડધરીના દહીંસરડા ગામે રહેતા અને ખેતીકામ કરતા મહેશભાઇ ભગવાનજીભાઇ છત્રોલા (ઉ.55) અને તેના મોટા ભાઇ દિનેશભાઇ તેના ઘેર હતા ત્યારે નેકનામ ગામે રહેતા દીવુભા મેદુભા ઝાલા અને ભગીરથસિંહ ઉર્ફે ભાણુભા કારમાં ધસી આવ્યા હતા. ધારિયું અને ધોકા સાથે ધસી આવી ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતા તેના મોટાભાઇ દિનેશભાઇ તેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારકૂટ કરતાં તે ભાગી ગયા હતા જેથી બન્ને તેની પાછળ દાેડી ગયા હતા અને હું પણ ભાગીને મારા કાકા વશરામભાઇના ઘેર જઇ વાત કરી હતી જેથી તેને ફોન કરી 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.