અન્યાયી પરિપત્રો રદ કરવા કમિશન વધારો સહિતની અનેક પડતર માંગણીઓ પ્રશ્ને આજથી રાજકોટ સહિત રાજયભરનાં 17 હજાર વેપારીઓ હડતાલ ઉપર ઉતરી જઇ વિતરણ વ્યવસ્થા ખોરવી દેવાના છે.
વેપારી સંગઠનનાં હોદ્દેદારોના જણાવ્યા મુજબ આજ સુધી સરકારને અનેક રજૂઆતો કરી છતાં કોઈ નિર્ણય નહિ લેવાતા આંદોલન હાથ ધરવામાં આવ્યું છે.
ફેર પ્રાઈઝ ઓફ શોપ એસો.એ અગાઉ 20 પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી વ્યાજબી ભાવના દુકાનદારોએ નવેમ્બર-2025ના મહિનાના જથ્થાનું ચલણ નહીં ભરવામાં આવે અને તા.1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ફેર પ્રાઈઝ ઓફ શોપ એસો.ના સભ્યોના જણાવ્યાનુસાર રાજ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારની પડતર માંગણીઓ સંદર્ભે તાલુકાથી લઈને રાજ્યકક્ષા સુધી સરકારને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
જેને લઈ વેરાવળ શહેર અને તાલુકા ફેર પ્રાઈઝ ઓફ શોપ એસો.એ 20 પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં વ્યાજબી ભાવના દુકાનદારો નવેમ્બર 2025ના મહિનાના જથ્થાનું ચલણ નહીં ભરવામાં આવે અને 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.
પડતર માંગણીઓ સંદર્ભે સ્થાનિકથી ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને પુરવઠામંત્રી, મુખ્યમંત્રી સમક્ષ લાંબા સમયથી અનેકવાર રજૂઆતો કરતા હોવા છતાં પડતર માંગણીઓ અંગે સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર આપ્યો નથી. જેથી દુકાનદારોમાં અસંતોષની લાગણી ફેલાઇ છે.