ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે સેમળા ભુણાવા વચ્ચે ચાલીને જઇ રહેલા પરપ્રાંતિય યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત નિપજ્યુ હતું.
માધવ ટેક્ષટીટ નામના કારખાનામાં કામ કરતા મુળ યુપીનાં બીસનપુરાનાં અરવિંદકુમાર સીંઘ ઉ.21 સવારનાં સુમારે રોડ પરથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે પુરઝડપે પસાર થઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા બુરી રીતે ફંગોળાયેલા અરવિંદસીંઘનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યુ હતુ