પંજાબ ઓટો મોબાઇલ્સની મહિલા કેશિયરે રૂ.28 લાખની ઉચાપત કરી

કાલાવડ રોડ પર પંજાબ ઓટો મોબાઇલ્સમાં કેશિયર તરીકે નોકરી કરતી મહિલાએ રૂ.28 લાખની ઉચાપત કરી હતી, આંતરિક ઓડિટમાં ભાંડો ફૂટતાં અંગત ખર્ચમાં રકમ વાપરી નાખ્યાનું રટણ રટ્યું, પોલીસે ધરપકડની કવાયત શરૂ કરી હતી. ભાર્ગવ પરમારે ફરિયાદમાં જણાવ્યું કે, કણકોટ રોડ પર આશારામબાપુ આશ્રમ પાછળ રહેતી કંચન સોલંકી વર્ષ 2009થી પંજાબ ઓટો મોબાઇલ્સમાં ફરજ બજાવે છે. વર્ષ 2011થી વર્કશોપ કેરિયર તરીકે નિમણૂક આપી હતી.

ગ્રાહકોની રકમ વસૂલી હોય તે તેમજ બીજી બે બ્રાંચમાં આવેલી રકમની કંચનબેને સોફ્ટવેરમાં એન્ટ્રી કરી બેંકમાં જમા કરાવવાની હોય છે. કંચનબેેને નવેમ્બર-2024થી જુલાઇ-2025માં બિલની એન્ટ્રી ન કરી અને રૂ.28,03,919 જમા ન કરાવ્યાનું ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *