ન્યૂયોર્કની રેસ્ટોરન્ટ્સમાં હવે ‘રિઝર્વેશન વોર’

અમેરિકામાં રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી બદલાવમાંથી પસાર થઈ રહી છે. અહીંના પોશ રેસ્ટોરન્ટમાં ટેબલ મળવું હવે ‘નસીબ’ નહીં, પરંતુ ‘સબ્સ્ક્રિપ્શન’ની રમત બની ગયું છે. એટલે કે હવે યુદ્ધ સ્વાદ માટે નહીં, પરંતુ તે ટેબલ મેળવવા માટે થઈ રહ્યું છે. તેને ‘રેસ્ટોરન્ટ રિઝર્વેશન વોર’ કહેવામાં આવી રહ્યું છે. લગભગ ₹11,293 કરોડના મોટા સોદાઓ અને લાખોની મેમ્બરશિપ ફીસ વચ્ચે મોના પંજવાણી જેવા રેસ્ટોરન્ટ માલિકો માટે આ ફક્ત બુકિંગનો સવાલ નથી, આ તે ‘કસ્ટમર ડેટા’ પર કબજાની લડાઈ છે, જે નક્કી કરે છે કે તમારી આગલી ડિનર ડેટ ક્યાં અને કેવી હશે.

ગયા વર્ષે જ્યારે મોનાએ લોઅર મેનહટનમાં પોતાનું આલીશાન રેસ્ટોરન્ટ ‘વન40 રૂફટોપ’ ખોલ્યું, ત્યારે તેમની પાસે બેસ્ટ શેફ અને શાનદાર મેનૂ હતું, પરંતુ એક મોટી મૂંઝવણ હતી. બુકિંગ કયા પ્લેટફોર્મ પરથી લેવામાં આવે? પંજવાણીએ સીએનએનને જણાવ્યું, ‘આ શહેરમાં મારું પહેલું રેસ્ટોરન્ટ છે, હું મારી ઓળખ બનાવી રહી છું, તેથી મને તે પ્લેટફોર્મ્સની જરૂર છે જે મને લોકોની નજરમાં લાવી શકે.’

આજના સમયમાં આ નિર્ણય સામાન્ય નથી. એક તરફ યેગવનો સર્વે કહે છે કે લગભગ 40% લોકો પૈસા બચાવવા માટે બહાર જમવાનું ઓછું કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ બુકિંગ એપ્સ વચ્ચે હોડ જામી છે કે કોણ સૌથી ‘એક્સક્લુઝિવ’ ટેબલ પોતાના કબજામાં રાખશે. લગભગ એક દાયકાથી આ બજાર પર ઓપન-ટેબલ (1998)નું રાજ હતું, જેની પાસે આજે 60,000 રેસ્ટોરન્ટ્સનું નેટવર્ક છે. પછી 2014માં રેજી આવ્યું, જેણે પ્રીમિયમ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંજવાણીએ ‘રેજી’ને પસંદ કર્યું કારણ કે તે અમેરિકન એક્સપ્રેસ સાથે જોડાયેલું છે, જે હાઈ-એન્ડ ક્લાયન્ટ્સને સીધા તેમના સુધી પહોંચાડે છે.

પરંતુ હવે કહાનીમાં ડોર્સિયાની એન્ટ્રીથી ટ્વિસ્ટ આવ્યો છે. આ એપનું નામ વર્ષ 2000ની પ્રખ્યાત ફિલ્મ ‘અમેરિકન સાયકો’ના તે કાલ્પનિક રેસ્ટોરન્ટ પરથી રાખવામાં આવ્યું છે જ્યાં બુકિંગ મળવું અશક્ય હતું. અહીં ટેબલ મેળવવા માટે લોકો આખા વર્ષની મેમ્બરશિપ ફી ચૂકવે છે, જે 18,822 રૂપિયાથી 23,52,750 રૂપિયા સુધી જાય છે. તેના સ્થાપક માર્ક લોટેનબર્ગ કહે છે, “રિઝર્વેશનની લડાઈ ખરેખર ચાલી રહી છે.” ડોર્સિયા આજે દરરોજ લગભગ 94.11 લાખથી 1.88 કરોડની આવક કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *