નેપાળમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં 60% થી વધુ લોકોએ મતદાન કર્યું. મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે.
મતોની ગણતરીમાં 3 થી 4 દિવસ લાગવાની અપેક્ષા છે. સંપૂર્ણ પરિણામો આવવામાં એક સપ્તાહ લાગી શકે છે. ચૂંટણી પંચે કહ્યું છે કે 9 માર્ચ સુધીમાં ગણતરી પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
પ્રત્યક્ષ ચૂંટણીવાળી 165 બેઠકોના પરિણામો મતગણતરી શરૂ થયાના 24 કલાકની અંદર જાહેર કરી શકાય છે. તમામ 275 બેઠકોની ગણતરી પૂરી થવામાં બીજા બે થી ત્રણ દિવસ લાગી શકે છે.
ચૂંટણીમાં રેપર અને કાઠમંડુના મેયર રહી ચૂકેલા બાલેન શાહ અને ગગન થાપાને વડાપ્રધાન પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે.