નેપાળના ઉત્તર-પૂર્વીય હિસ્સામાં યાલુંગ રી નામની ટોચ પર સોમવારે બરફનો પહાડ તૂટવાથી 7 લોકોનાં મોત થઈ છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.
આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે હિમસ્ખલન 5,630 મીટર ઊંચી ટોચના બેઝ કેમ્પ પર આવ્યું. દુર્ઘટના પછી 4 લોકો લાપતા છે.
મૃતકોમાં 3 અમેરિકી, 1 કેનેડિયન, 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ માહિતી ડોલખા જિલ્લાની પોલીસે આપી છે. આ વિસ્તાર બાગમતી પ્રાંતના રોલવાલિંગ વેલીમાં આવે છે.