નેપાળમાં ભ્રષ્ટાચાર, નેપોટિઝમ અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ આંદોલન પછી Gen-Zએ અમેરિકન ડિસ્કોર્ડ એપ પર મતદાન દ્વારા દેશના નવા પીએમની પસંદગી કરી. દુનિયામાં આ પહેલીવાર છે જ્યારે કોઈ લોકશાહી દેશમાં આ રીતે કોઈ નેતાની પસંદગી કરવામાં આવી હોય.
નેપાળમાં આ ક્રાંતિને યુવાનોની આગેવાની હેઠળ ડિજિટલ લોકશાહી તરફનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. આ ઓનલાઈન હડલનું આયોજન નેપાળના યુવા સંગઠન ‘હામી નેપાળ’ દ્વારા કરવામાં આવ્યું હતું. તે એક Gen-Z જૂથ છે, જેમાં 1,60,000થી વધુ સભ્યો છે.
હામી નેપાળે ડિસ્કોર્ડ પર ‘યુથ અગેઇન્સ્ટ કરપ્શન’ ચેનલ શરૂ કરી, જેમાં 10 હજારથી વધુ લોકો જોડાયા. વિદેશમાં રહેતા નેપાળીઓ પણ આ ચર્ચામાં જોડાયા. જ્યારે એપના સર્વરમાં લોડ વધવાને કારણે જગ્યા ખાલી થઈ ગઈ, ત્યારે યુટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું, જેમાં 6 હજારથી વધુ લોકો જોડાયા.