નેટવર્ક ઇન્સ્ટોલેશનની કામગીરી પુરજોશમાં

બીએસએનએલ દ્વારા રાજકોટ સહિત દેશભરમાં ટીસીએસ, સી-ડોટ અને તેજસે તૈયાર કરેલા સ્વદેશી નેટવર્ક સોલ્યુશન 4-Gના ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરી દેવાઇ છે અને આગામી 1 વર્ષમાં રાજકોટ જિલ્લાના 2.50 લાખ સહિત દેશભરના બીએસએનએલના ગ્રાહકોને 4-G નેટવર્કનો લાભ મળતો થઇ જશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 5-G બેન્ડની મંજૂરી અપાતા જ છ માસમાં બીએસએનએલના મોબાઇલધારકોને 5-Gની સુવિધા મળતી થઇ જશે.ભારત સંચાર નિગમ લિમિટેડના સિવિલ વિંગના વડા પી.દયાલે જણાવ્યું હતું કે, આપણા દેશમાં તમામ મોબાઇલ કંપનીઓ દ્વારા હાલમાં ચાઇનાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન અને પ્રેરણા બાદ બીએસએનએલ માટે ટીસીએસ, સી-ડોટ અને તેજસે મળીને સ્વદેશી 4-G નેટવર્ક સેવાની શોધ કરી છે અને તેના ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે.હાલમાં સ્વદેશી 4-જી ટેક્નોલોજીના ઇન્સ્ટોલેશનની પ્રથમ ફેઝની કામગીરી ચાલુ છે જેમાં રાજકોટ જિલ્લામાં 47 સાઇટ પર અને જામનગર જિલ્લામાં 11 સાઇટ પર 4-G નેટવર્ક ચાલુ પણ થઇ ગયું છે અને તેનો લાભ રાજકોટ જિલ્લાના 2.50 લાખ ગ્રાહકમાંથી 20 હજારને મળવાનો પણ શરૂ થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *