નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન હવે પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. સોમવારે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં નોમિનેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. 45 વર્ષના નબીન પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેમના પહેલા અમિત શાહ 49 વર્ષની ઉંમરે પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા.

નોમિનેશન પ્રક્રિયા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, નીતિન ગડકરી સહિત તમામ રાજ્યોના સીએમ અને સિનિયર નેતાઓએ નીતિનના સમર્થનમાં નામાંકન પત્ર જમા કરાવ્યા હતા.

ભાજપે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નીતિનને 14 ડિસેમ્બર 2025ના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *