નિવૃત ફૌજીએ એક ભૂલથી 10 લાખ ગુમાવ્યા

રાજકોટમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે, જેમાં નિવૃત ફૌજીએ એક ભૂલના કારણે રૂપિયા 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. સાયબર ગઠિયાએ APK ફાઈલ ડાઉનલોડ કરતા સાથે બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્ર્રાન્સફર થઇ ગયા હતા. જોકે, પોલીસે તત્કાલ કાર્યવાહી કરી 5.82 લાખ રકમ ફ્રીઝ કરી એકાઉન્ટ હોલ્ડરને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંક કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી આ બનાવ અંગે રાજકોટમાં રૈયાગામ વિસ્તારમાં શાંતિનગર મેઈન રોડ પર ડ્રિમ સીટી ફ્લેટમાં રહેતાં સુધીરભાઈ ગીરીશકુમાર મોનાણી (ઉ.વ.37)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના પિતા ગીરીશકુમાર રામજીભાઈ મોનાણી (ઉ.વ.68) આર્મીમા ફરજ બજાવી નિવૃત થયા બાદ પંજાબ નેશનલ બેંકમાં ઓફિસર તરીકે નોકરી કરતા અને 2018થી નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેમના બેંક કર્મચારીઓનું એક વોટ્સએપ ગ્રુપ છે, જે ગ્રુપમાં એક યુઝર દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં એક મોબાઇલ નંબર બતાવ્યો હતું તેની સાથે આ એક નંબર છે, જે પંજાબ નેશનલ બેંકના નામે લોકો સાથે ફ્રોડ કરે છે, જેથી આ મોબાઇલ નંબરથી સાવધાન રહેવુ.

ભૂલથી ફ્રોડ નંબરને બેંકનો નંબર સમજી લીધો જોકે, નિવૃત ફૌજીને મેસેજ વાંચતી વખતે સમજવામાં ભૂલ કરી અને ભૂલથી ફ્રોડ મોબાઈલ નંબરને પંજાબ નેશનલ બેંકનો ઓફિશિયલ મોબાઇલ નંબર સમજી લીધો હતો. તેમનું પેન્શન પણ પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં જમા થાય છે. બેંક તથા કેન્દ્ર સરકારના પેન્સન ધારકોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતીનો દાખલો આપવાનો હોય છે, જે ચાલુ વર્ષનો દાખલો પંજાબ બેંકની બ્રાન્ચ પર આપવાનો બાકી હતો. જેથી તેઓએ સેવ કરેલા નંબર પર કોલ કરી જેમાં વાતચીત બાદ સામાવાળાએ એક એપ્લીકેશનની લીંક મોકલી વોટ્સએપ પર એટીએમના ફોટોસ આપી લીંક વડે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *