નાસ્તો લેવાં ઘર બહાર ગયેલ બાળકીને ફોસલાવી આરોપી પોતાના ઘરે લઈ ગયો, ગુપ્તભાગે ઈજા પહોંચાડી

રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિપુલ પ્રેમજી ગોહેલ નામના શખ્સનું નામ આપતાં કુવાડવા પોલીસે BNSની કલમ 74, 75(2), 76 અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાત વર્ષની બાળકી નાસ્તો લેવા માટે ઘરેથી નીકળી હતી ત્યારે નરાધમ તેને ઘરે લઇ ગયો હતો અને ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી શારીરિક અડપલા કર્યા હતા. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

7 વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યા ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી ઘરકામની સાથે નોકરી પણ કરે છે તેઓને સંતાનમાં 7 વર્ષની એક બાળકી છે. તેમની સાત વર્ષની બાળકી ઘરેથી બહાર નાસ્તો લેવાં માટે ગઈ હતી જે બાદ મોડે સુધી ઘરે ન પહોંચતા પુત્રીને શોધવા બજારમાં પહોંચી હતી પરંતુ ત્યાં પણ ક્યાંય મળી ન હતી તે પછી થોડીવારમાં તેના ઘરથી થોડે દુર રહેતો વિપુલ પ્રેમજી ગોહેલ દોડતો બાળકીને લઈ આવ્યો હતો અને બાળકીને મૂકીને તુરંત જ નાસી છૂટ્યો હતો.

બાળકીના ગુપ્તભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ માતાને મળી બાળકી રડવા લાગી હતી જેથી તેની માતાએ પુછપરછ કરતાં જણાવ્યું હતું કે, તે નાસ્તો લેવા બજારમાં ગઈ ત્યારે પડોશમાં રહેતો વિપુલ પ્રેમજી ગોહેલ તેમને ફોસલાવીને તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં લઈ જઈ ધરારથી તેણીના ગુપ્ત ભાગે ઈજા કરી હતી. ઉપરાંત ગળાના ભાગે તથા છાતીના ભાગે પણ અડપલા કરી ઈજા પહોંચાડી હતી. બાળકીને ગુપ્ત ભાગ સહિત શરીરમાં ઈજા પહોંચી હોવાથી તુરંત જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ હોસ્પિટલ આવી બાળકીની માતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી આરોપીને રાઉન્ડઅપ કરી વધું તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *