નાયબ મ્યુનિસિપલ કમિશનર ગુરવાનીએ વોર્ડ નં. 15ના વિકાસકામોની સમીક્ષા કરી

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ તા. 21/08/2025ના રોજ વોર્ડ નં. 15ના વિવિધ વિકાસ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠક ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ સ્થિત રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોજાઈ હતી. બેઠકમાં તેમણે વોર્ડ નં. 15માં ચાલુ રહેલા કામો, સફાઈ વ્યવસ્થા, અને કોલ સેન્ટરમાં આવતી ફરિયાદો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મનીષ ગુરવાનીએ ખાસ કરીને નિયમિત સફાઈ, ઘરે ઘરે જઈને કચરો એકઠો કરવાની (ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન) કામગીરી અને ન્યુસન્સ પોઈન્ટ્સ જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. આ સમીક્ષા બેઠકમાં સીટી એન્જિનિયર, ડેપ્યુટી સિટી એન્જિનિયર, વોર્ડ ઓફિસર અને નાયબ પર્યાવરણ એન્જિનિયર સહિતના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચાર ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા 22 ઓગસ્ટ, શુક્રવારના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. બાવળીયા સવારે 10 વાગ્યે જસદણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં અધ્યક્ષતા કરશે. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે તેઓ વિંછીયા ITI ખાતે પણ સમાન સેમિનારમાં હાજરી આપશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધી માર્ગદર્શન આપશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મંત્રી કુંવરજી બાવળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળોના સંચાલકોના સ્નેહમિલન કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં તેઓ દૂધ ઉત્પાદકોને લગતી બાબતો પર ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *