નામચીન આકાશ ઉર્ફે મરચો અઢી કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

અગાઉ NDPS એક્ટ હેઠળ પકડાયેલ આરોપીઓ જામીન ઉપર મુક્ત થતા તેના ઉપર મેન્ટરની નિમણૂંક કરવામાં આવી હતી જે તમામ મેન્ટર હેઠળના અલગ અલગ આરોપીઓ ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આધારે રાજકોટ SOG પીઆઇ એસ.એમ.જાડેજાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે મનહરપરા શેરી નં.7 હનુમાન ચોક પાસે ફાયર બ્રિગેડની પાછળ ભાવનગર રોડ રાજકોટ ખાતેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આકાશ ઉર્ફે મરચો હરી બાબરીયા (ઉ.વ.28)ને પકડી પાડી તેની પાસેથી 2.570 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી કુલ રૂ.31200નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ શખ્સ ચોટીલા પંથકમાંથી ગાંજો લઈ આવ્યો હતો અને તે છૂટક પડીકી બનાવી વેંચાણ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ NDPSના બે ગુના સહિત અલગ અલગ પોલીસ મથકમાં કુલ 19 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ શહેરના ભારતનગરમાં મુખ્યમંત્રી આવાસ ક્વાર્ટરમાં રહેતા દિલીપભાઈ કાનજીભાઈ રાઠોડ (ઉં.વ.43)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે બારીની જાળીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક દિલીપભાઈને કિડની અને ટીબીની બીમારી હતી. બે દિવસ પહેલા તેઓને દોશી હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા અપાઈ હતી અને ઘરે આવ્યા હતા. ગઈકાલે શરદ પૂનમનો તહેવાર હોવાથી રાત્રે જમીને પરિવારજનો બહાર ગરબી જોવા માટે ગયા હતા અને દિલીપભાઈ ઘરે એકલા હતા. દરમિયાન રાત્રે બારેક વાગ્યા આસપાસ પરિવારજનો ગરબી જોઈને ઘરે આવ્યા ત્યારે દિલીપભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *