નાણા મંત્રાલયે બુધવારે તેના કર્મચારીઓને ચેટજીપીટી અને ડીપસીક જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કર્મચારીઓ ઓફિસ ડિવાઈઝ એટલે કે મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવતા કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ જેવા ઉપકરણોમાં AI ટૂલ્સનો ઉપયોગ કરી શકશે નહીં.
29 જાન્યુઆરીના રોજ ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં દર્શાવવામાં આવ્યું છે કે AI ટૂલ્સના ઉપયોગને કારણે ગુપ્ત માહિતી લીક થવાનું જોખમ રહેલું છે. આ કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ આદેશ મંત્રાલયના તમામ વિભાગોને લાગુ પડશે.
માહિતી લીક થવાના ભય વિશે માહિતી આંતરિક વિભાગના સલાહકાર તરફથી પ્રાપ્ત થઈ છે. આ સલાહકાર અહેવાલ 4 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર જાહેર થયો હતો.
આ પ્રતિબંધના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ચેટજીપીટી વિકસાવનાર કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. બુધવારે સવારે જ તેઓ અનેક સરકારી અધિકારીઓને મળ્યા.
આ બાબતે અત્યાર સુધી નાણા મંત્રાલય, ચેટજીપીટી કે તેની પેરેન્ટ કંપનીઓ ઓપનએઆઈ અને ડીપસીક તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.
ચેટજીપીટી સેંકડો આર્ટિકલ વાંચીને તેના જવાબો જનરેટ કરે છે ચેટજીપીટી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સેંકડો લેખો વાંચીને જવાબો તૈયાર કરે છે. તેનો ઉપયોગ ઓપન એઆઈ વેબસાઇટ પર જઈને ચેટજીપીટી પર ક્લિક કરીને કરી શકાય છે, પરંતુ તેના જવાબ ખોટા હોઈ શકે છે.