નાગપુરમાં હિંસા પછી 11 વિસ્તારોમાં કર્ફ્યૂ

ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સોમવારે સાંજે થયેલી હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં 3 ડીસીપીનો પણ સમાવેશ થાય છે. પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમાંથી એક ICUમાં દાખલ છે.

તોફાનીઓએ 12 બાઇક, અનેક કાર અને 1 JCB સળગાવી દેવાયા હતા. પોલીસે રમખાણોના આરોપસર 50 લોકોની ધરપકડ કરી છે.

તે જ સમયે, સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબર તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *