નશાયુક્ત આયુર્વેદિક સીરપ રાજકોટમાં મોકલનાર રાજસ્થાની શખસની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી

ગત તા.19.03.2023 ના રોજ રાજકોટ શહેર એલ.સી.બી.એ જામનગર રોડ ઉપર નાગેશ્વર મેઇન રોડ ઉપર આવેલ રત્નમ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં દુકાન નં.3માંથી 2,313 બોટલ નશીલ સીરપ પકડી પાડી હતી. જેમાં પકડાયેલા આરોપીએ અમુક બોટલ રાજસ્થાનથી લાવેલનું માલુમ પડતા પોલીસને તપાસના કામે માલુમ થયેલ કે આરોપી પિયુષ જનકકરાય અડીએચા આ સીરપ બોટલનું ઉત્પાદન કરતો હોય અને તેણે ગુજરાતમાં આ સીરપ બોટલ વેચવા માટેના કોઈ લાયસન્સો લીધેલા ન હોય કે કોઈ મંજૂરીઓ લીધેલી ન હોય તેમ છતાં સંગીતા આયુર્વેદિક કેર મવડી રાજકોટના સ્ટીકરો મારી વેચાણ કરેલ. તે ગુનામાં ધરપકડથી બચવા આરોપી પિયુષએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપીએ આવી સીરપ વેચવા માટેના ગુજરાત સરકારના કોઈ લાયસન્સ લીધેલ નથી. આવા ખોટા સ્ટીકરો મારી આવી સીરપનું વેચાણ કરેલ છે. આવા ગંભીર ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવા હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *