કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં નવોઢાએ આપઘાત કરી લીધો હતો. વિરડા વાજડીમાં રહેતી સંગીતાબેન અરવિંદભાઇ વાઘેલા (ઉ.વ.20)એ પોતાના ઘરે રૂમનું બારણું બંધ કરી પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં પાડોશીઓએ દરવાજો તોડ્યો પરંતુ સંગીતાબેનનું મૃત્યુ થયું હતું, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાલાવડની સંગીતાબેનના લગ્ન ત્રણ મહિના પહેલાં જ વિરડા વાજડીના અરવિંદ વાઘેલા સાથે થયા હતા, વાઘેલા પરિવારે સંગીતાના આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું કહ્યું હતું. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.