નવાગામમાં પેટ્રોલપંપ બંધ કરી ઓઈલનો વેપાર

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર જિલ્લા કલેક્ટર દ્વારા 32 વર્ષ પહેલાં પેટ્રોલપંપના હેતુ માટે ફાળવવામાં આવેલ નવી શરતની સરકારી જમીન પણ કેટલાક વર્ષ સુધી પેટ્રોલપંપ ચાલુ રાખ્યા બાદ પેટ્રોલપંપ બંધ કરી દઈ અહીં ઓઇલ-ગ્રીસ લુબ્રિકન્ટના 6 ગોડાઉન બનાવી નાખવામાં આવતા 1996માં શરતભંગ સાબિત માનવામાં આવ્યા બાદ કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવતા અપીલ અરજી અંશતઃ ગ્રાહ્ય રાખતા શરતભંગની નોટિસ પરત ખેંચાવમાં આવી હતી.

જોકે કરોડોની કિંમતી ગણાતી આ જમીન જૂની શરતમાં ફેરવવા અરજી થતા સિટી પ્રાંત-2ની તપાસમાં પેઢીમાં ફેરફાર અને પેટ્રોલપંપ ચાલુ ન હોવાનું સામે આવતા અંદાજે રૂપિયા 15 કરોડથી વધુની કિંમતી જમીન ખાલસા કરી સરકાર હસ્તક કબજો લેવા હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગતો જોઈએ તો વર્ષ 1992માં રાજકોટ-અમદાવાદ હાઇવે પર આણંદપર નવાગામ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા ચંદારાણા ઓટો સેન્ટરને રેવન્યુ સરવે નંબર 207 પૈકીની 3715 ચોરસમીટર એટલે કે, 4443 ચોરસવાર જમીન નવી અને અવિભાજ્ય શરતોને આધીન પેટ્રોલપંપ બનાવવાના હેતુ માટે ફાળવવામાં આવી હતી.

જોકે ચંદારાણા ઓટો સેન્ટરે અહીં થોડી જમીનમાં પેટ્રોલપંપ બનાવી બાકીની જમીનમાં છ ગોડાઉન બનાવી ઓઇલ કંપનીને ભાડે આપી દીધા હોવાનું રાજકોટ તાલુકા મામલતદારના ધ્યાને આવતા શરતભંગની કાર્યવાહી માટે દરખાસ્ત કરતા મદદનીશ કલેક્ટર દ્વારા 1996માં જમીનમાં શરતભંગ સાબિત માની સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.

જેની સામે જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવતા કલેક્ટરે અપીલ, અરજી અંશતઃ ગ્રાહ્ય રાખી કેસ રિમાન્ડ કરતા મદદનીશ કલેક્ટર દ્વારા ભવિષ્યમાં શરતભંગ નહીં કરવાની શરતે વર્ષ 2000માં નોટિસ પરત ખેંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *