શહેરમાં નવાગામ (આણંદપર)માં પ્રાઇવેટ કંપનીના બ્રાંચ મેનેજરે બારોબાર રૂ.54 લાખનો માલ વેચી નાખી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.મુંબઇ રહેતા અને ઇમ્પિરિયલ મોટર્સ કંપનીના એક્ઝિક્યુટિવ લીગલ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતાં નિખીલભાઇ સાકરલાલ શાહએ કંપનીની બ્રાંચ ઓફિસ નવાગામના બ્રાંચ મેનેજર રાજકોટમાં વિરાણી હાઇસ્કૂલ પાસે રામકૃષ્ણનગરમાં રહેતા હેમલ શરદભાઇ પારેખ સામે ફરિયાદ કરી હતી.
કંપની તરફથી સ્ટોકની ચકાસણી કરાઇ હતી જેમાં ઓફિસમાંથી અગાઉ રૂ.19.80 લાખનો માલ ઓછો હોય હેડ ઓફિસમાં જાણ કરી હતી. જેની તપાસમાં 17 ગ્રાહકના બિલ બનાવ્યા હતા અને તે ગ્રાહકોને માલ મળેલ ન હોવાનું તેમજ અમુક ગ્રાહક હયાત ન હોય તેના નામે બિલો બનાવ્યા હતા.