મોરબી શહેરમાં નવલખી રોડ પર રેલવે ફાટક પાસે પાણીમાં ખાડામાંથી સવારના સમયે મળી આવેલો મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ખેત મજૂરી કરતા યુવકનો હોવાનું સામે આવ્યું છે.
જો કે, હજુ સુધી તેના મૃત્યુનું કારણ અકબંધ છે. પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરના નવલખી ફાટક નજીક પાણીના ખાડામાંથી અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસ તપાસમાં મૃતક મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની હોવાનું અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ભગુભાઇની વાડીએ કામ કરતો રવીન્દ્રભાઈ ચુનિયાભાઈ ભુરિયા ઉ.33 હોવાનું ખુલ્યું હતું.
હાલ તો પોલીસે મૃતક અહીં કેવી રીતે આવ્યો અને મૃત્યુ કઇ રીતે નીપજ્યું તે દિશામાં તપાસ કરી રહી છે અને હાલ તો બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ ચાલુ રાખી છે.