નવરાત્રિ પહેલાં લવ જેહાદનો મુદ્દો ઉઠ્યો

22મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ દરમિયાન થતા ડિસ્કો-દાંડિયાના આયોજનમાં લધુમતીઓને નો એન્ટ્રીની માગ સાથે આજે (1 સપ્ટેમ્બર) રાજકોટ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. નવરાત્રિનો સનાતનીઓનો તહેવાર છે, જેમાં લઘુમતીઓ આવી હિન્દુ બહેન-દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવે છે. જેથી લઘુમતીઓને નવરાત્રિ દરમિયાન ગરબા આયોજનોમાં એન્ટ્રી ના આપવા દેવામાં આવે તેવી માગણી કરી હતી. તો સાથે જ હવે ગરબા આયોજકોને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે, તેવું જાહેર કરાયું હતું.

લઘુમતીઓ હિન્દુ દીકરીઓને ફસાવી લવ જેહાદનો શિકાર બનાવે છેઃ અભિષેક આસરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં બજરંગ દળના ગૌરક્ષાના રાજકોટ જિલ્લા પ્રમુખ અભિષેક આસરાએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં લવ જેહાદ અટકાવવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. નવરાત્રિએ સનાતનીઓનો તહેવાર છે અને તેમાં લઘુમતીઓ હિન્દુ દીકરીઓને ફસાવી લવ જેહાદનો શિકાર બનાવે છે. અમારી માનવી છે કે નવરાત્રિમાં ડિસ્કો-ડાંડિયાના આયોજનમાં લઘુમતીઓને પ્રવેશ નિષેધ કરવામાં આવે. એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી અને સનાતન ધર્મમાં તેઓ માનતા નથી તો આ બધા લોકો ત્યાં આવે છે શા માટે? આ બાબતે હાલ તો અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે, પરંતુ આગામી સમયમાં અમે ગરબા આયોજકોને પણ રજૂઆત કરશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *