રાજયના આરોગ્ય વિભાગની સૂચનાથી જીટીયુ દ્વારા સ્ટાફ નર્સીગની પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા લેવાયા પછી ગુજરાતની પ્રશ્નપત્રમાં જવાબમાં અપાયેલા વિકલ્પમાં ‘એબીસીડી’ એમ ક્રમિક વિક્લ્પ આપવામાં આવ્યા હતા.
આ વિકલ્પ અને ખાનગી કલાસીસના સંચાલકને મેસેજ વાયરલ થતા ઉમેદવારોને પ્રશ્નપત્રમાં સેટીંગ થઇ ગયું હોવાની શંકા પ્રવર્તી હતી.જેના પગલે રાજય સરકારે ખાનગી કલાસીસના સંચાલકની બદલી કરી નાખીને સંતોષ માન્યો પણ પરીક્ષા યથાવત રાખીને આન્સર જાહેર કરી દીઘી છે.જેનાપગલે હવે આગામી સપ્તાહે મેરીટ યાદી જાહેર કરવાની તૈયારી થઇ રહીં હોવાનું ઉમેદવારોનું અને સરકારના સુત્રોનું કહેવું છે.
આ પરીક્ષામાં 1903 બેઠક માટે 53668 ઉમેદવારો પૈકી 46650 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.