નબીરાએ જાહેરમાં આવતા-જતા લોકો પર જોખમી રીતે રંગ ઊડાડ્યો

રાજકોટ શહેરમાં ધુળેટી પર્વ પહેલા જાહેરમાં લોકો પર કલર ન ઉડાડવા બાબતે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે ગઈકાલે રેસકોર્ષ રિંગ રોડ ફરતે પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળીયો જોવા મળ્યો હતો. જાહેર રસ્તે નીકળતા લોકોની સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી કાર ચાલકે પોલીસ સામે પણ રૌફ જમાવી કાળા કાચ કાઢવાની ના પાડી કાર ભગાડી હતી. આ દરમિયાન પ્રદ્યુમનનગર પોલીસે પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી તેને દબોચી કાર ચાલક વિરાજ જાની વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગીરથસિંહ રાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિરાજ અશ્વિન જાનીનું નામ આપતા પ્રદ્યુમનનગર પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમની ફરજ ઈન્વે ઈન્ચાર્જ પીએસઆઇ એસ.ડી.કોઠીવાર સાથે રાઈટર તરીકે હતી. 4.15 વાગ્યે રેસકોર્ષે રિંગ રોડ મેયરના બંગલાની સામે પહોચતા એક ઈનોવા કાર નંબર જીજે.03.એનએફ.3022માં બે વ્યક્તિ જાહેરમાં રંગ ઉડાડતા હતા જેમાં ડ્રાઈવીંગ સીટ ઉપર પુરુષ અને તેની બાજુમાં મહીલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *