નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, કોઠારિયા કોલોની, 80 ફૂટ રોડ ખાતે તા.6થી 8 જૂન સુધી એક ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ત્રણ દિવસ સુધી વિવિધ મહોત્સવની ઉજવણી કરાશે. આ મહોત્સવનો તા.6 જૂનના રોજ પ્રારંભ થશે અને તા.8 જૂનના રોજ પૂર્ણાહુતિ કરાશે. નટેશ્વરધામ ખાતે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે શુક્રવારે સવારે 7.30થી 9 દરમિયાન તિલક કરણ, મંગલાચરણ, ગણપત્યાદિ પંચાંગ કાર્યની વિધિ કરાશે.
9.15 થી 12.30 દરમિયાન વિધિ પૂજન, મંડપ પૂજન, પ્રવેશાંગ કર્મ, દેવતા સ્થાપન, નવગ્રહ શાંતિ, કુંડ પૂજન, અગ્નિ સ્થાપન, હોમ સહિતના પૂજન કરાશે. આ તકે વિસ્તારવાસીઓ અને આગેવાનો, મહેમાનો હાજરી આપશે. ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર ભક્તિભર્યા વાતાવરણમાં મનની શાંતિ અને દિવ્ય મંદિર કે જ્યાં જીવ-શિવ અભિમુખ બને અને ભાવિકો ધર્માનુરાગી બને તેવા હેતુથી આ મહોત્સવની ઉજવણી કરાશે. પ્રથમ દિવસે બપોરે જલાધિવાસ, કુટીર હોમની વિધિ કરાશે. સાંજે સાંય સ્થાપિત દેવતા પૂજન, નિરાજન સ્તુતિ જે બાદ સાંજે પ્રસાદ વિતરણ, ધન્યાધિવાસ વિધિ કરાશે.
દ્વિતીય દિવસે સવારે સૂર્યાર્ધ પૂજા, મંડપ દ્વાર પૂજા, મંડપ પ્રવેશ, સ્ક્ષથાપિત દેવતા પૂજા, જલયાત્રા, પ્રસાદ વાસ્તુ શાંતિ મૂર્તિ નિક્ષેપવિધિ, સ્થાપનવિધિ અને બપોરે શય્યાધિવાસ, ન્યાસાદિ કર્મ, તત્વન્યાસ, શાંતિ પાૈષ્ટિક હોમ, મૂર્તિપતિ, લોકપાલ હોમ, સ્થાપત્ય, દેવ હોમ, વ્યાહતિ હોમ સહિતના હોમ કરવામાં આવશે. સાંજે 4.30થી 6.15 દરમિયાન શોભાયાત્રા, સભા, પ્રસાદ વિતરણ કરાશે.