રાજકોટના નાનામવા રોડ પેટ્રોલ પંપ પાસે ગાંધી સ્કૂલ પાસે ભાડેથી રહેતા ચેતમાન નવરાજભાઈ સાઉદ (ઉં.વ.25) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે મૂળ નેપાળનો વતની છે અને રાજકોટના એક સલૂનમાં નોકરી કરે છે.
ગત તા.22મીએ રાત્રિના આશરે અગિયારેક પોતે પોતાના ઘરે હતો ત્યારે તેના કાકાના દીકરા ગૌરવનો કોલ આવ્યો કે, તારા ભાઈ ગોપાલને ચાકુ વાગી ગયું છે. તેને સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો છે. જેની તેને પણ વિશાલે જાણ કરી હતી. જે જાણીને પોતે સિવિલે પહોંચ્યો ત્યારે કાકાનો દીકરો ગૌરવ હતો ત્યારે બનાવ બાબતે ગોપાલે તેણે જાણ કરી કે, હું કે.કે.વી. હોલ પાસે હતો ત્યારે ત્યાં ફુગ્ગા વેચવાવાળા એક અજાણ્યા વ્યક્તિ જે મારી સાથે ઝઘડો કરતા મેં તેને ધક્કો મારતા તેણે પોતાની પાસે રહેલ છરી મને ડાબી બાજુના પડખામાં મારી દીધી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.