નકલી ઇન્સ્ટાગ્રામ આઈડીથી કાકાને ભત્રીજીના ફોટા મોકલી ગાળો ભાંડી

શહેરમાં એક વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી કૌટુંબિક કાકાને ફોટા મોકલી ગાળો ભાંડી હોવાની યુવતીએ ફરિયાદ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

એક વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદ કરી હતી જેમાં અજાણ્યા શખ્સે નકલી આઇડી બનાવી તેના કૌટુંબિક કાકાને યુવતીના ફોટા મોકલી વાતચીત કરી ગાળો ભાંડી હેરાન કર્યા હોવાની ફરિયાદ કરી હતી. બનાવને પગલે પીઆઇ કૈલા સહિતે તપાસ કરતાં શખ્સે પાગલ લવર 748 પર યુવતીના નામે વાત કરતો હતો અને કૌટુંબિક કાકા સાથે ચેટથી મેસેજ કરતો અને યુવતીના ફોટા મોકલી ગાળો આપતો હોવાનું અને ઇન્સ્ટાગ્રામ ક્રિષ્ના 121566, ક્રિસ રાજપૂત ડોટ 12 પરથી તારી પિતરાઇ બહેનના નામથી મારી સાથે ચેટ કરી તારી બહેનનો ફોટા મોકલતો હતો અને ગાળો આપતો હોવાનું યુવતીના કાકાએ વાત કરતાં તેને જાણ થઇ હતી.

બાદમાં યુવતીએ હેલ્પલાઇન દ્વારા સાયબર ક્રાઇમને જાણ કરી હતી. બાદમાં પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં નકલી ઇન્સ્ટાગ્રામ બનાવનાર ગોંડલનો જયેશ બારૈયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા બહાર આવતા રહે છે ત્યારે આવા શખ્સને કાયદાના પાઠ ભણાવવા જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *