ધો. 8ના વિદ્યાર્થીને છરી બતાવી 28 હજારના સોનાના ચગદાની લૂંટ

કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા તરુણને ઘરથી થોડે દૂર આંતરી બે શખ્સે છરી બતાવી રૂ.28 હજારના સોનાના ચગદાની લૂંટ ચલાવી હતી. પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. કોઠારિયા સોલવન્ટ વિસ્તારની શીતળાધારમાં રહેતા પિન્ટુભાઇ વિશ્વેશ્વર શાહ (ઉ.વ.39)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિલેશ અને એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. પિન્ટુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પુત્ર રવિ (ઉ.વ.15) ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.

ગત તા.6ના સાંજે રવિ પોતાની સાઇકલ લઇને તેના પિતાના કારખાના સ્થળ તરફ જતો હતો અને સોમવારી ભરાય છે ત્યાં પહોંચ્યો હતો ત્યારે નિલેશ અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને રવિને છરી બતાવી પટમાં લઇ જઇ તેણે પહેરેલું રૂ.28 હજારની કિંમતનું સોનાનું ચગદું લૂંટી લીધું હતું, લૂંટ ચલાવી બંને શખ્સ નાસી ગયા હતા અને ઘટનાની જાણ થતાં પિતા પિન્ટુભાઇ સ્થળ પર પહોંચ્યા હતા, જોકે તે સમયે તેમણે પોલીસને જાણ કરી નહોતી. તા.7ના સવારે રવિ સ્કૂલે જવા નીકળ્યો હતો ત્યારે ફરી તે પટ પાસે નિલેશ સહિત બંને શખ્સે તેને અટકાવી લૂંટની ઘટના અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *