ધો.10-12ની પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. CBSE બોર્ડ પરીક્ષા 2025ના પ્રવેશપત્ર બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ઉપલબ્ધ છે. CBSE એ ધોરણ 10 અને 12ના નિયમિત અને ખાનગી બંને વિદ્યાર્થીઓ માટે પ્રવેશકાર્ડ જાહેર કરી દીધા છે. ધોરણ 10મા અને 12માના નિયમિત વિદ્યાર્થીઓને તેમની સંબંધિત શાળાઓમાંથી પ્રવેશપત્ર મળશે. આ વર્ષે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025 માટે દેશભરમાં 44 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જ્યારે રાજકોટમાં આશરે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાના છે. વેબસાઈટ પરથી ડાઉનલોડ ન થાય તો વિદ્યાર્થીઓ શાળાના વડા અથવા શાળાના આચાર્ય પાસેથી પણ પ્રવેશ કાર્ડ મેળવી શકે છે.

CBSE ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીને શનિવારથી શરૂ થવાની છે. ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. સિંગલ શિફ્ટમાં પરીક્ષા સવારે 10.30 વાગ્યે શરૂ થશે. CBSE ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓ એક જ શિફ્ટમાં લેવામાં આવશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025માં ભારત અને વિદેશની 08 હજાર શાળાના લગભગ 44 લાખ વિદ્યાર્થી ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *