ધો.10ની 18 અને ધો.12ની 13 ફેબ્રુ.થી પરીક્ષા લેવાશે

કાઉન્સિલ ફોર ધી ઇન્ડિયન સ્કૂલ એક્ઝામિનેશન (CISCE)એ ધોરણ 10મા (ICSE) અને ધોરણ 12મા (ISC)ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દીધું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cisce.org પર જઈને ICSE અને ISC પરીક્ષાની તારીખપત્રક ડાઉનલોડ કરી શકે છે. બોર્ડે જાહેર કરેલી સૂચના અનુસાર ICSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષા 18 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને 27 માર્ચ 2025 સુધી ચાલશે. આ પરીક્ષામાં અંદાજિત 2,53,384 વિદ્યાર્થી અને 1,18,116 વિદ્યાર્થિની પરીક્ષા આપશે.

ટાઇમટેબલ મુજબ ICSE બોર્ડની પરીક્ષાઓ 18 ફેબ્રુઆરી-2025થી 27 માર્ચ-2025 સુધી ચાલશે. જ્યારે ISC (ધો.12) પરીક્ષા 13 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને 5 એપ્રિલ 2025 સુધી ચાલશે. ધોરણ 10ના કેટલાક વિષયોની પરીક્ષાઓ 2 કલાકની હશે અને કેટલીક પરીક્ષાઓ 3 કલાકની હશે. ઉદાહરણ તરીકે, આર્ટ્સની પરીક્ષા સવારે 9 વાગ્યે શરૂ થશે અને 3 કલાક સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *