સૌરાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ના 3,74,628 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10માં 2,24,787, ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,23,011 અને વિજ્ઞાન પ્રવાહમાં 26830 વિદ્યાર્થીઓ છે. જેમાં એક્સપર્ટના કહેવા પ્રમાણે નવી શિક્ષણ નીતિ મુજબ 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને એક સવાલ ન આવડતું હોય તો તેના અથવામાં બીજો ઓપ્શન આપવામાં આવશે, જેને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં સરળતા રહેશે.
એક્સપર્ટ નિલેશ સેંજલિયાએ જણાવ્યું હતુ કે, આ વખતે બોર્ડની પરીક્ષામાં 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. જેથી 80 માર્કના પેપરમાં 56 માર્કનો સબ્જેક્ટિવ પુછાશે. જ્યારે 24 માર્કનું ઓબ્જેકટીવ પૂછવામાં આવશે. ઓબ્જેકટીવમાં ખાલી જગ્યા, જોડકા જોડો અને એક શબ્દમાં જવાબ આપો તે પ્રકારના સવાલો અથવા MCQ પૂછાય. ટેક્સ્ટ બુક યોગ્ય રીતે કરેલી હોય તો તેઓને 24માંથી 24 માર્ક મળી શકે છે.
જ્યારે બી સેક્સન 56 માર્કનું હોય છે. જેમાં કુલ 13 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંથી કોઈપણ 9ના જવાબ આપવાના હોય છે. જનરલ ઓપ્શનની સિસ્ટમ છેલ્લા ત્રણ વર્ષથી એપ્લાય થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખૂબ જ સરળતા રહે છે. સેક્શન-Cમાં 3 માર્કવાળા પ્રશ્નો હોય. જેમાં 9 માંથી કોઈ પણ 6 સવાલના જવાબ આપવાના હોય છે. આ ઉપરાંત સેક્શન Dમાં 4 માર્કવાળા પ્રશ્નો હોય છે. જેમાં 8 પ્રશ્નો પૂછવામાં આવ્યો હોય અને તેમાંથી કોઈપણ 5ના જવાબ આપવાના હોય છે.