ધોરાજી નગરપાલિકાએ ખોટો ખર્ચ બચાવીને વેસ્ટમાંથી બેસ્ટ કામ કરી બતાવ્યું છે અને નકામા ટાયરમાંથી બગીચામાં રંગબેરંગી બેઠકો બનાવી દીધી છે જેણે બાળકોમાં અનેરું આકર્ષણ જન્માવ્યું છે. ધોરાજી પાલિકા દ્વારા ધોરાજી શહેરનાં વિકાસ કામો ચાલી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી લોકોને રિસાયક્લિંગનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
જેમાં પાલિકા દ્વારા નકામા ટાયરમાંથી બેઠક બનાવી આ બેઠકો જનતા બાગમાં મૂકવામાં આવી છે. આ સુંદર મજાની બેઠકો જનતા બાગ ખાતે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. પાલિકા તંત્રની કામગીરીને લોકોએ બિરદાવી હતી