ધોરાજી પંથકમાં તિતર પંખીનો શિકાર કરતા બે શખ્સ ઝડપાયા

ધોરાજી વિસ્તારમાં તિતરનો શિકાર કરતા બે શખ્સને વન વિભાગે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પંથકમંા તિતરનો શિકાર કરતી ટોળકી સક્રિય બની હોવાની બાતમીના આધારે વન વિભાગ સતર્ક બન્યો હતો અને બે શખ્સને સકંજામાં લીધા હતા. ધોરાજી ફોરેસ્ટ વિસ્તારના ફરેણી નદી કાંઠા વિસ્તારમાં તેતરનો શિકાર કરતા બે આરોપીને રેન્જ ફોરેસ્ટ ઑફિસર નિહારિકા પંડયા અને સ્ટાફ એ ઝડપી પાડ્યા હતા.આરોપીઓમાં મનસુખ બહાદુર , પ્રવીણ ચંદુભાઈને ઝડપી લઇને તેમની પાસેથી વધુ વિગતો ઓકાવવા પૂછપરછ શરૂ કરાઇ હતી. ધોરાજી વન વિભાગનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ જણાવ્યું હતું કે અમને બાતમી હતી કે ધોરાજીનાં ફરેણી રોડ નદી વિસ્તારમાં તેતરનો શિકાર કરતાં બે શખ્સ મોજુદ છે.

આથી તેમની અટકાયત કરી વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ શિકાર કરવાના ગુનામાં 40,000નો દંડ વસૂલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *